હળવદ : હળવદમાં સરા રોડ પર ડમ્પર હડફેટે કાર પલ્ટી જતા કારમાં સવાર ત્રણ શખ્સોને ઇજા પહોંચી છે. ગત તા. 20ના રોજ સાંજના પોણા સાતેક વાગ્યાના સુમારે હળવદમાં સરા રોડ પર સરા ચોકડી નજીક ડમ્પર નંબર જી.જે.-૩૬-ટી-૫૩૭૭ના ચાલકે ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સંજયભાઇ રમણીકભાઇ કણજરીયાની મારુતી સુઝુકી જેન ફોર વ્હીલ નંબર જી.જે-૦૩-ડીએન-૧૯૪૩ને પાછળથી ટકકર મારતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સંજયભાઇ, તેના દિકરા ખુશ તથા તેના ભાણેજ હર્મીશને ઇજાઓ પહોંચી હતી. તેમજ કારમાં નુકશાન થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં સંજયભાઇ રમણીકભાઇ કણજરીયાએ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.