મોરબી : મોરબીની કુખ્યાત દેશી દારૂની ધંધાર્થી સોનલ ઉર્ફે સોનકી પાસેથી દેશી દારૂનો 150 લીટર જથ્થો મેળવી છૂટક વેચાણ કરતી ત્રિપુટીને મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈ કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જેક્સ સીરામીક નજીક બાવળની ઝાડીમાં દરોડો પાડી આરોપી અમિતભાઇ લાભુભાઇ વરાણીયા, બરકતશા ઉર્ફે ભાણો અલીશા શાહમદાર અને રાજેશભાઇ પ્રતાપભાઇ દેણીયા નામના શખ્સોને 150 લીટર દેશી દારૂની કોથળી કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લીધા હતા. વધુમાં આરોપીઓની પૂછપરછમાં દેશી દારૂનો આ જથ્થો રમેશભાઇ પરસોતમભાઇ વરાણીયા અને દેશી દારૂની કુખ્યાત ધંધાર્થી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે પાંચેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.