વોંકળાના કાંઠે દારૂનો જથ્થો સગેવગે થાય તે પૂર્વે જ એ ડિવિઝન પોલીસે સપાટો બોલાવ્યો મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વજેપર ગામના ઝાંપા પાસે વોંકળાના કાંઠે વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરવાની પેરવી કરતી ત્રિપુટીને 41 બોટલ સાથે રંગે હાથ ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પો.કોન્સ. સિધ્ધરાજભાઈ લોખીલ તથા પો.કોન્સ.અરવિંદભાઈ ગડૈયાને બાતમી મળી હતી કે વજેપર ગામના ઝાંપા સામે વોકળાના કાંઠે ત્રણ ઈસમો ઈગ્લીસ દારુ વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામાં રાખેલ છે જેથી એ જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટની વીદેશી દારુ મેકડોલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી લખેલ બોટલો નંગ-41 કિ.રૂ.12300નો મુદામાલ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે વજેપરના ગીરીશભાઈ હીતેશભાઈ રાણેવાડીયા, મેઘરાજસિંહ ભરતસિંહ ઝાલા અને કિશનભાઈ મનુભાઈ લાંબાને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ જે.એમ.આલ, પી.એસ.આઇ આર.પી.જાડેજા, એ.એસ.આઈ. જે.એ.ઝાલા, પો.કોન્સ. અરવિંદભાઈ ગડૈયા, સિધ્ધરાજભાઈ લોખીલ તથા ધર્મેન્દ્રભાઈ વાધડીયા વગેરેએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..