હળવદ, વાંકાનેર : હળવદ અને વાંકાનેરમાં પોલીસે ગઈકાલે વર્લી ફીચરના આંકડા લેતા બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આ આરોપીઓ સામે જુગરધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે ગઈકાલે ટીકર ગામે ઘંટી વાળી શેરીમાં આંક ફરકનો વર્લી ફીચરના આંકડા રમી રમાડતા વર્લી ફીચરનો જુગાર રમતા આરોપીઓ દોલુભા વાઘુભા ચૌહાણ (ધંધો-ડ્રાઇવીંગ, ઉ.વ. ૫૧, રહે. ટીક રગામ, તા.હળવદ), દિપકભાઇ ગીરજાશંકર વ્યાસ (ધંધો-ખેતી, ઉ.વ.૫૫, રહે. ટીકર ગામ, તા.હળવદ) ને રોકડ રૂ.૧૩૫૦ મળી કૂલ રૂ.૧૩૫૨ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ વાંકાનેર પોલીસે ગઈકાલે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે જાહેરમા વર્લી ફીચરના આંકડા લખી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા દિપકભાઇ ઉર્ફે બટેર દેવશીભાઇ હડાણી (ઉ.વ-૩૩, ધંધો-મજુરી, રહે.જીનપરા શેરી ન-૧૨, રામજી મંદિરપાસે, વાંકાનેર) ને વર્લી ફીચરનુ સાહીત્ય તથા રોકડ રૂ. ૬૫૦ તથા એક મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૮૦૦૦ સહિત કુલ રૂ. ૮૬૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.