મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના શાપર ગામે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી.લીધા હતા. જ્યારે એક આરોપી હાજર ન મળતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધા રેમોરબી તાલુકાના શાપર ગામની સીમમાં કજરીયા સેનેટરીવેર કારખાના પાસે GJ-36-A-6077 નંબરના બાઇક ઉપર એક કાળા કલરના થેલામાં વિદેશી દારૂ સાથે નીકળેલા આરોપીઓ રણજીતભાઇ બીજલભાઇ પારઘી, લાલજીભાઇ વિરમભાઇ ધામેચા, રાહુલભાઇ કરમણભાઇ લોલાડીયાને વ્હીસ્કીની બોટલ નંગ-૦૨ કિં.રૂ. 1640તથા મેકડોવેલ્સ લકઝરી પ્રિમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-૦૧ કિં.રૂ. 375 સહિત કુલ.રૂ. 2015 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપી યુવરાજસિંહ અભેસિંહ પરમાર હાજર ન મળતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.