મોરબી : મોરબીમાં નગર દરવાજા નજીક નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા છે. આ તમામ ત્રણ શખ્સો સામે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 16ના રોજ મોરબી શહેરમાં નગર દરવાજા નજીક તરગારા સ્ટેન્ડ પાસે રમણીકભાઇ વશરામભાઇ ધરોડીયા, સુરેશભાઇ શંકરભાઇ દેગામા અને જાવેદભાઇ વલીમામદભાઇ સરવદીને જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. 950 જપ્ત કર્યો છે. તેમજ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.