ટંકારા : ટંકારા તાલુકાના નાના રામપર ગામે નદી કાંઠે જુગારની મહેફિલ જામી હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા હાસમભાઈ દાઉદભાઈ સોઢા, રમેશભાઈ નથુભાઈ ભંભી અને હાસમભાઈ કાસમભાઈ શેખને ઝડપી લઈ રોકડા રૂપિયા 3110 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.