વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામની ચોકડીપાસે વેલાભાઇ પોલાભાઇ ઝાલા (ઉ.વ-૭૨, રહે મુળ-વરડુસર), રઘુભાઇ ગાંડુભાઇ ગોરીયા (ઉ.વ-૪૫ રહે-ચુપણી, રવુભાઇ નકુભાઇ ખાચર, રહે-વીડી જાંબુડીયા) વાળા ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા મળી આવતા પોલીસે રૂ. ૧૦,૧૦૦ સાથે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.