માળીયા : માળીયા તાલુકાના જુના સુલતાનપુર ગામે નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 8030 કબ્જે કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે જુના સુલતાનપુર ગામે ઘોડાધ્રોઇ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા સુરેશભાઈ ઉર્ફે ભગત વિઠ્ઠ્લભાઈ સીતાપરા, વેરશીભાઈ રણછોડભાઈ સનુરા અને અકબરભાઈ હારૂનભાઈ પારેડીને ઝડપી લઈ જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 8030 કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.