મોરબી : માળીયા તાલુકાના ચીખલી ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા આરોપી મેરૂભાઈ જુગાભાઈ દેગામા, મુસ્તાકભાઈ કરીમભાઈ કટીયા અને સાઉદીનભાઈ જાનમમદભાઈ ભટ્ટીને પોલીસે તીનપતિનો જુગાર રમતા લઈ રોકડા રૂપીયા 10,200 તથા મોબાઈલ નંગ-1 કિંમત રૂપિયા 5000 મળી 15,200નો મુદામાલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.