મોરબી : મોરબી શહેરમાં જાહેરમાં બખેડો કરતા ત્રણ શખ્સો પકડાયા છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 1ના રોજ મોરબીમાં ગેંડા સર્કલ પાસે રોડ ઉપર જાહેરમાં ગીરીશભાઇ રતીલાલ કોરટીયા, બ્રિજેશભાઇ ઘનશ્યામભાઇ મોરડીયા અને મહેન્દ્રભાઇ વલ્લભભાઇ ફળદુ આમ જનતાને ખલેલ પહોચે તે રીતે એકબીજા છુટા હાથથી મારામારી કરી બખેડો કરતા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.