મોરબી સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે શહેરમાં અલગ અલગ ચાર દરોડા પાડી ત્રણ વરલી મટકાના જુગારી અને એક ચકલા પોપટનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જુગારના પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વાઘપરા નાલા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા આરોપી તૌફિક હુસેનભાઈ લાખા રહે.કબીર ટેકરી વાળાને રોકડા રૂપિયા 360 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા કિસ્સામાં વાઘપરા નાકા પાસેથી આરોપી દર્શીત મહેશભાઈ દક્ષિણીને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે ત્રીજા કિસ્સામાં સીટી એ ડિવિઝન પોલીસે મોરબીની કબીર ટેકરી શેરી નંબર 3મા જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાડતા આરોપી રમેશ ગોવિંદ અગેચણિયાને રોકડા રૂપિયા 270 સાથે ઝડપી લીધો હતો. જ્યારે ચોથા કિસ્સામાં સીટી બી ડિવિઝન પોલીસે મહારાણા પ્રતાપ સર્કલના ખૂણા પાસેથી આરોપી મનોજ ઉર્ફે નાનું ખીમજીભાઈ રાઠોડને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2360 કબજે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.