રાજકોટ : દક્ષિણ પૂર્વીય રેલવેના ખડગપુર ડિવિઝનના સંતરાગાચી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોને અસર થશે. જેમાં 9 મે 2025ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે. તેમજ 11 મે 2025 ના રોજ સાંતરાગાછીથી ચાલનારી ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે. આ ઉપરાંત 16 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ 2 કલાક રિશિડ્યુલ રહેશે. આ ટ્રેનોના સમય રોકાણ અને સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. જેથી કોઈ અસુવિધા ન થાય.તેમ યાદીમાં જણાવાયું છે.