મોરબી : મોરબીના બેલા નજીક સોમનાથ પેટ્રોલ પંપ સામે આજે વહેલી સવારે અજાણ્યા વાહને અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણથી ચાર ગાયોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોટું વાહન આ ગાયો ઉપર ફરી વળતા હદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા છે.