ટંકારા : સમગ્ર ગુજરાતના જુદા જુદા ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિની યાદીમાં ટંકારાના ત્રણ તારલાનું નામ મોખરે રહ્યું છે અને પરિણામે ત્રણેય લોકોને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં એવોર્ડ આપી ટંકારાની ત્રણ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં સામાજિક ક્ષેત્રે યોગીરાજસિંહ જાડેજા રસનાળકે જેમણે 'આર્યધરા ફાઉન્ડેશન' વૃક્ષારોપણ, અખંડ કીડીયારું, પશુ બચાવ, ભારતનું ભાવી ભવિષ્ય એવા યુવા બાળકોને સાચો માર્ગ ચિંધ્યો છે. કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે કંચન એમ. સારેસા (એડવોકેટ / યોગ કોચ) જેમણે મહર્ષિ દયાનંદની 200મી જન્મ જયંતી નિમિત્તે 48 જેટલા બહેનોને સાથે રાખીને વગર કોઈ નામ વગર યોગ કૃતિ દ્વારા સ્ત્રી સશક્તિકરણ વિશે મેસેજ આપ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ યોગ સમર કેમ્પની શરૂઆત મોરબી જિલ્લામાં પ્રથમ ટંકારા ખાતે કરી અને સતત ત્રણ વર્ષથી યોગ કેમ્પ આયોજન કરી રહ્યા છે. જેમાં ટંકારા તાલુકામાં બહોળી સંખ્યામાં મોરબી જિલ્લાના અને ગામડાથી બાળકો ઉપસ્થિત રહે છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે પાર્થભાઈ પંડ્યા કે જેઓએ 17 વર્ષની નાની વયે કવિતા, બાલ વાર્તા વગેરેની રચના કરી છે. તેમજ 'સ્પંદન ફાઉન્ડેશન' ચલાવે છે. જેમાં સમગ્ર ગુજરાતમાં વિનામૂલ્યે કોઈ ચાર્જ વિના પુસ્તકો વાંચન માટે આપે છે. જેમાં 150+ પુસ્તક હાજર છે. આમ આ ત્રણેય લોકોએ ગુજરાત ગૌરવ એવોર્ડ મેળવી ટંકારાનું નામ રોશન કર્યું છે.