મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીલાપર રોડ ઉપરથી સુઝુકી બાઇકમાં શંકાસ્પદ હાલતમાં નીકળેલા મૂળ રાજકોટના અને હાલમાં મોરબી રહેતા આરોપી સુભાષભાઇ ઓધવજીભાઇ અઘેરા, મૂળ ઓરિસા અને હાલમાં મોરબી રહેતા સોમ્યજીત વસંતકુમાર બહેરા અને ત્રિપુરાના વતની આરોપી અમિતભાઇ ધનન મિસ્કાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 800 સાથે પકડી પાડી 30 હજારનું બાઈક કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ત્રણેય આરોપીઓ ન્યુ ઇમેજ સ્પાના સંચાલક હોવાનું અને હાલમાં લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસિડેન્સીમા રહેતા હોવાનું સામે આવ્યું છે.