દુકાન અને રહેણાંકમાં સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેરમાં સીટી એ અને સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે રહેણાંક, દુકાન ઉપરાંત જાહેર સ્થળે અલગ અલગ ત્રણ દરોડા પાડી ત્રણ આરોપીઓને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 148 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ બે દરોડામાં વિદેશી દારૂ સપ્લાયરના નામ પણ ખોલાવી પાંચ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટીમા ભાંડિયાની વાડીમાં રહેતા અને પ્લમ્બિગ કામ કરતા આરોપી મુકેશ લખમણભાઈ નકુમના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 72 બોટલ કિંમત રૂપિયા 48,456 મળી આવ્યો હતો. આરોપીની પૂછતાછમાં દારૂનો આ જથ્થો ઈશ્વર ઉર્ફે બાલો કરશન કણઝારિયા રહે.હદાણીની વાડી, વાવડી રોડ વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે ઉપર વિશાલ ફર્નિચર નજીક આવેલ વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાં બાતમીને આધારે દરોડો પાડી આરોપી આકાશ ધનજી પટેલ રહે.રવાપર રોડ વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 58 બોટલ કિંમત રૂપિયા 36,482 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. જ્યારે ત્રીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે રામકૃષ્ણ નગર મેઈન રોડ ઉપરથી આરોપી જયદીપ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મકવાણાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 18 બોટલ કિંમત રૂપિયા 4898 સાથે પકડી પાડી પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો સુરેશ ભુપત રાઠોડ રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળા પાસેથી ખરીદી કર્યાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.