હળવદ: હળવદમાં રાવલ પરિવાર દ્વારા આગામી તારીખ 10/4/2023 ને સોમવારે માતા-પિતાની પુણ્ય સ્મૃતિમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સ્વ.હંસાબેન ત્ર્યંબકભાઈ રાવલની પુણ્ય સ્મૃતિમાં આગામી સોમવારે વિવિધ કાર્યક્રમો જેમાં હળવદ સરસ્વતી શિશુ મંદિરની ગરીબ બાળાઓનો સત્કાર, વિવિધ ક્ષેત્રોમાં જેમણે અપ્રતિમ પ્રદાન કર્યું છે એવા મહાનુભાવોનું સેવા સન્માન અને પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, હાસ્ય કલાકાર કવિ ગુલાબદાન બારોટનો કાર્યક્રમ યોજાશે. ભોજન સમારોહ સોમવારે સાંજે 7:00 કલાકે ઔદિચ્ય બ્રાહ્મણની ભોજનશાળા મુકામે યોજાશે. કાર્યક્રમમાં મહાનુભાવો જયંતિભાઈ કવાડિયા, પ્રકાશભાઈ વરમોરા, બીપીનભાઈ દવે, પરસોતમભાઈ સાબરીયા, રણછોડભાઈ દલવાડી, ચંદુભાઈ શિહોરા, રણછોડભાઈ એલ. પટેલ, જશુભાઈ વી. પટેલ, વાસુભાઇ સીણોજીયા, કેતનભાઇ દવે તથા રમેશભાઈ પારેજિયા વગેરે હાજરી આપશે.