યુવતી સંમેલન, સમાજ શ્રેષ્ઠીઓનું સંમેલન અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમનું આયોજન મોરબી : મોરબીના શક્તશનાળામાં આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે ભારત માતા મંદિર - 52 શક્તિપીઠના તૃતીય પાટોત્સવ અંતર્ગત તા.28 અને 29મીના રોજ યુવતી સંમેલન, સમાજ શ્રેષ્ઠીઓનું સંમેલન અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 28મીએ બપોરે 3 કલાકે યુવતી સંમેલન યોજાશે. જેમાં કનુભાઈ કરકર દીકરીઓ સાવધાન વિષય ઉપર પોતાનું વકતવ્ય આપશે. આ વેળાએ અતિથિ વિશેષ તરીકે રંજનબેન મકવાણા, કંચનબેન ભૂત, પી.એચ. લક્ધીરા ઉપસ્થિત રહેશે. આ સાથે 28મીએ રાત્રે 9 વાગ્યે સમાજ શ્રેષ્ઠીઓનું સંમેલન યોજાશે. જેમાં કનુભાઈ કરકર સફળ જીવનનો આધાર શ્રેષ્ઠ ચિંતન વિષય ઉપર વક્તવ્ય આપશે. આ વેળાએ ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા ઉપસ્થિત રહેશે.29મીએ સવારે 10:30 કલાકે વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમ યોજાશે. જેમાં કનુભાઈ કરકર કૃતિશીલ દેશભક્તિ વિષય ઉપર વક્તવ્ય આપશે. વિશ્વભાઈ કોરીંગા, પિયુષભાઈ બોપલીયા ઉપસ્થિત રહેશે.