મોરબી : મોરબીમાં સતવારા કર્મચારી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંડળનું સ્નેહમિલન યોજાયું હતું. તેમજ પ્રમોશન મળેલ કર્મચારીઓ અને નિવૃત થયેલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ અને નિવૃત થતા અને પ્રમોશન મળેલ કર્મચારીઓનો સન્માન સમારંભ મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ.કંઝારિયાના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવેલ અને ત્યારબાદ સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ પ્રસંગે આવેલ સર્વે મહેમાનોનું મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઇ પરમારે શબ્દોથી સ્વાગત કરેલ હતું. અને સતવારા કર્મચારી મંડળના કારોબારી સભ્યોએ પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરેલ હતું. સતવારા કર્મચારી મંડળનો અહેવાલ આપતા યોગેશભાઈ કંઝારિયાએ કહ્યું કે, આ મંડળ દ્વારા ૨૦૦૬થી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે આશરે એક લાખના પુસ્તકો આપવામાં આવે છે. તેમજ દર વર્ષે નિવૃત્ત થતાં અને પ્રમોશન મળેલ કર્મચારીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. વર્ષ 2020 અને 2021મા નિવૃત થતા કિશોરભાઈ જી.હડિયલ, દામજીભાઈ કે. પરમાર, દેવસીભાઈ ડી. નકુમ, દેવ કણભાઇ પી. કંઝારિયા, વીરજીભાઈ યુ. કંઝારિયા, અનિલભાઈ કે.નકુમ, લખમણભાઇ એમ. કંઝારિયા, પ્રકાશભાઈ એમ. સોનગરા, કાંતિલાલ એન. પરમાર વગેરેનું સન્માન પત્રનું વાંચન સુનિલભાઈ પરમાર, દેવશભાઈ કંઝારીયા, કેતનભાઈ પરમાર ,છગનભાઈ ખાણધર ,સંજયભાઈ પરમાર, ટીકેશભાઈ જાદવ વગેરેએ કરેલ હતું. તેમજ બઢતી મળતાં રામજીભાઈ એચ. હડીયલ, રસિકભાઈ એચ. ચાવડા, નારણભાઈ ડી. કંઝારીયા, ગીરધરલાલ એમ.નકુમ અને કમલેશભાઈ એન. પરમાર વગેરેનું શાલ ઓઢાડીને સંસ્થાના પ્રમુખ મહેશભાઇ પરમારે સન્માન કરેલ હતું. આ પ્રસંગે નિવૃત થતા કર્મચારી કિશોરભાઈ હડીયલે જણાવેલ કે સંસ્થા આવું સરસ કામ કરી રહ્યું છે, તેના અમે ઋણી છીએ. સમાજને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સમાજ માટે અમે કામ કરવા તત્પર છીએ. તો રામજીભાઈ હડિયલે પોતાનો પ્રતિભાવ આપતા પોતે અનેક પ્રયત્ન કરીને પોતાની મનગમતી જગ્યા પર પહોંચેલા તેમ જણાવેલ હતું. આ પ્રસંગે એલ.ડી. હડિયલે કર્મચારી મંડળ સરસ કામ કર્યું છે તે બદલ સર્વે કાર્યકરોને શુભેચ્છા પાઠવેલ હતી. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાએ જણાવેલ કે, કર્મચારી સમાજનો આગળ પડતો ક્રીમ વર્ગ છે. કોઇપણ સમાજની પ્રગતિના પાયામાં શિક્ષણ રહેલું છે. આપણો સમાજ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે બીજા સમાજની સરખામણીમાં હજુ પાછળ છે. સમાજને આગળ લેવા માટે, પ્રગતિ માટે, સમાજને મદદરૂપ બનવા માટે કર્મચારીએ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ એકવીસમી જ્ઞાનની સદીમાં આપણે સૌ સમાજને મદદરૂપ બનીએ એવા પ્રયત્ન કરીએ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સતવારા કર્મચારી મંડળના મંત્રી ધીરુભાઈ પરમારે કરેલ હતું. આ પ્રસંગે જ્ઞાતિના જુદા જુદા મંડળના પ્રમુખો, જેમાં શ્રીસતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ લખમણભાઇ કંઝારિયા, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઇ કંઝારિયા, સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ એલ.ડી. હડિયલ, મોરબી સતવારા મંડળના ઉપપ્રમુખ રમણીકભાઈ પરમાર વગેરે આ પ્રસંગે હાજર રહેલ હતું. અંતમાં સર્વે મહેમાનોનો આભાર રાહુલભાઈ પરમારે માનેલ અને કર્મચારી પરિવારની વિશાળ હાજરીમાં અંતે કર્મચારીના સહ પરિવાર સાથે સ્વરુચિ ભોજન બધાએ સાથે લીધેલ હતું. તેમ પ્રમુખ મહેશભાઈ એન. પરમારની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..