મોરબી : મોરબી તાલુકા પોલીસે નાની વાવડી ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૪ ના રોજ મોરબી તાલુકાના નાની વાવડી ગામે દશામાંના મંદિર પાછળ તળાવની પાળ ઉપર જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો હારજીતનો જુગાર રમતા.કિશોરભાઇ અમરશીભાઇ મકવાણા, મહેન્દ્રસીહ ભીખુભા વાધેલા,નરેન્દ્રસીહ ભવાનસીહ જાડેજાને રોકડા રૂ.૪૦,૫૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી.લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.