વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામે દેશી દારૂની હેરફેર કરતા કાર ચાલકનો ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલી કાર તથા દેશી દારૂમાં કરવામાં આવતી રેકી કરતા કાર ચાલક સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બાલકિશોર સહિત કુલ 3 શખ્સોને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડવામાં આવ્યા છે.સમગ્ર ઘટના અનુસાર, વાંકાનેર તાલુકાના કોઠી ગામે દેશી દારૂની હેરફેર કરનાર કાર તથા દેશી દારૂની હેરાફેરી કરવા માટે રેકી કરતી કારની બાતમીના આધારે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન રેકી કરનાર મારુતિ સૂઝુકી બ્રેઝા કાર સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા. તેની પાછળ દેશી દારૂ ભરીને આવતી હ્યુન્ડાઇ એક્સેન્ટ કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ન રોકાતા તેનો ખાનગી વાહનથી પીછો કરી જોધપુર ગામેથી દેશી દારૂ ભરેલી લીટર 500 હ્યુન્ડાઇ કાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાલકિશોર સહિત અજય જાદવ મેર, અને હર્ષદભાઈ અનકભાઈ ધાંધલને ઝડપી પાડી પ્રોહીબિશન એકટ મુજબનો ગુન્હો નોંધી આગળની તાપસ હાથ ધરવામાં આવી છે.