વાંકાનેર : વાંકાનેરમાં સ્ટેશન રોડ ઉપર જાહેરમાં પટ્ટ માંડીને બેઠેલા ત્રણ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સિટી પોલીસને બાતમી મળેલ કે વાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપર જાહેરમા ત્રણ ઈસમો જુગાર રમે છે. જેને આધારે પોલીસે ત્યાં જઈ હુસેનભાઇ રાયબભાઇ કટીયા ઉ.વ.૩૦ રહે-વાંકાનેર વિશીપરા ચોક, જુમાભાઇ સલેમાનભાઇ રફાઇ ઉ.વ-૨૫ રહે-વાંકાનેર સીટી સ્ટેશન રોડ અને સલીમભાઇ દાઉદભાઇ વડગામા ઉ.વ.૪૯ રહે-વાંકાનેર સીટી સ્ટેશન રોડવાળાને પકડી પાડી રોકડા રૂપીયા ૧૦૨૪૦/- કબ્જે લઈ ત્રણેય ઈસમો વિરુધ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ પી.ડી.સોલંકી તથા પો.હેડ કોન્સ યશપાલસિંહ પરમારઝ હરપાલસિંહ પરમાર, પો.કૉન્સ પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી, દિનેશભાઈ સોલંકી અને સંગીતાબેન નાકીયા સહિતના જોડાયેલ હતા.