ત્રણેય શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં હથિયારબંધી જાહેરનામા ભંગ તળેના ત્રણ અલગ અલગ ગુના દાખલ કરાયા મોરબી : મોરબીમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે. હવે હદ તો એ થઈ કે જુના ગુનામાં કોર્ટની મુદતે આવેલા ત્રણ શખ્સો સાથે તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યા હતા. જો કે એલસીબીની ટીમે આ ત્રણેય શખ્સોને તીક્ષ્ણ હથિયાર સાથે કોર્ટ પરિસરમાંથી જ પકડી લઈને તેમની સતર્કતાનો પરચો આપ્યો હતો. મોરબીમાં નામચીન શખ્સો કે જેઓને સામસામા પક્ષે વાંધા ચાલતા હોય અને તેઓ કોર્ટ મુદતે આવે ત્યારે કોઇ શરીર સબંધી ગુનો ન કરે તે સારૂ તે માટે જરૂરી વોચ રાખવા જિલ્લા પોલીસ વડાએ સુચના આપેલ હોય જે સુચના તથા માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી. મોરબીના પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા પો.કો. ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી કે બોરીયાવાસમાં રહેતો નામચીન ગુનેગાર ભરતભાઇ કાળુભાઇ ગોગરા પોતાની -20 કાર નં. GJ-6-EH-2349માં તેના સાગરીતો સાથે કોર્ટ પરીસરમાં ગાડીમાં તિક્ષ્ણ હથિયારો સાથે અગાઉના થયેલ મારામારીના કેસના કામે કોર્ટ મુદતે આવ્યો છે. એલસીબીની ટીમે બાતમીના આધારે ભરતભાઇ કાળુભાઇ ગોગરા ઉ.વ 40 રહે. બોરીયાવાસ, ઇરફાન કરીમભાઇ બ્લોચ ઉ.વ 24રહે. બોરીચાવાસ, અલ્તાફ અકબરભાઇ ફકીર ઉ.વ.21 રહે. બોરીચાવાસવાળાને તપાસતા તેઓ પાસેથી 3 છરીઓ મળી આવી હતી. જેથી એલસીબીની ટીમે ત્રણેય ઇસમોને તેઓ પાસેથી ગે.કા. તિક્ષ્ણ હથિયાર (છરીઓ) સાથે પકડી પડી ત્રણેય ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી બી ડિવી. પો.સ્ટે. ખાતે હથિયારબંધી જાહેરનામા ભંગ તળેના ત્રણ અલગ અલગ ગુના દાખલ કરાવેલ છે. આ સાથે કાર અને છરી મળી કુલ રૂ. 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા અને દશરથસિંહ પરમાર સહિતના રોકાયેલ હતા.