હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરજમાં રુકાવટનો ગુન્હો નોંધ્યો હળવદ : હળવદની સરા ચોકડીથી સરા રોડ ઉપર ધૂમ સ્ટાઈલથી બાઈક ચાલવીને નીકળેલા ત્રણ શખ્સોને પોલીસે અટકાવ્યા હતા. પણ ચોરી પે સીના જોરીની જેમ આ ત્રણેય શખ્સો લાજવાને બદલે ગાજયા હતા અને ત્રણેય શખ્સોએ પોલીસને ગાળો ભાંડીને જીભાજોડી કરી પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આથી હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરજમાં રુકાવટનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હળવદ પોલીસ સ્ટેશનમાં પો.કોન્સ.તરીકે ફરજ બજાવતા સુખદેવભાઇ મગનભાઇ પરમારએ આરોપીઓ મહેશભાઇ રઘુભાઇ હળવદીયા (ઉ.વ.૨૪), વિકાસભાઇ રઘુભાઇ હળવદીયા (ઉ.વ.૨૦ રહે.બંને રહે સીધેશ્વર મંદીર પાસે હળવદ જી. મોરબી), અજયભાઇ કીશનભાઇ (ઉ.વ.આ.૨૨ રહે. દીલ્હી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૯ ના રોજ સરા ચોકડીથી સરા રોડ ઉપર આરોપીઓ પોતાના બાઈક પર ત્રણ સવારીમા ધુમ સ્ટાઇલથી ચલાવતા હેાય જેથી ફરીયાદીએ પોતાની ફરજના ભાગ રૂપે તેઓને રોકતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી મુંઢમાર મારી ફરજમા રૂકાવટ કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી હળવદના પીએસઆઇ પી.જી.પનારા વધુ તપાસ ચલાવી રહ્યા છે.