મોરબી : દેશી વિદેશી દારૂ ઝડપાવવાના કિસ્સાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે ત્યારે એક વાત તો ચોક્કસ સાબિત થાય છે કે પ્યાસીઓ ગમે તે ભોગે 'માલ' મેળવી જ લે છે. જેટલો દેશી વિદેશી દારૂ ઝડપાય છે તે હિમશીલાની ટોચ સમાન જ છે એવું જાણકારો કહી રહ્યા છે. ત્યારે જિલ્લામાંથી ત્રણ અલગ અલગ બનાવોમાં પોલીસે ત્રણ બુટલેગરોને 95 હજાર જેટલા દેશી-વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે જ્યારે વધુ ત્રણના નામ ખુલતા એને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. પહેલા બનાવમાં મોરબી એલ.સી.બીએ લીલાપર ચોંકડી પાસે આવેલા લાકડાના એક ડેલામાં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી 12 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 3600 ઝડપી પાડ્યો હતો. ગોવિંદ બીજલ ભુરિયા ઉં.વ. 45, રહે. લીલાપર રોડ, સાત હનુમાનના મંદિર પાસે, મોરબી વાળાની સ્થળ પર હાજરી મળી આવતા તેની અટકાયત કરી હતી. જેની પૂછપરછ દરમ્યાન અસલમ, રહે. કાલિકા પ્લોટ, મોરબીનું નામ ખુલતા એને પકડવા માટે તપાસ આદરી છે. બીજા બનાવમાં એલ.સી.બીના સ્ટાફે વાંકાનેર હાઇવે પર વઘાસિયા ટોલ નાકે વોચ ગોઠવી મારુતિ ઝેન કાર નંબર GJ 1 BP 1707ને અટકાવી તલાશી લેતા કારમાંથી 16 બાચકામાં ભરેલો 400 લીટર દેશી દારૂ કિંમત રૂ. 8000 સાથે કાર કિંમત રૂ.50000 મળી કુલ 58000ના મુદ્દામાલ સાથે હરેશ રવજી ઝાપડીયા ઉં.વ.25, રહે. નારીયેળી ગામ, તા. ચોટીલા અને સંજય દુદા મેર ઉં.વ.20, રહે. નારીયેળી ગામ, વાળાની ધરપકડ કરી પૂછપરછ કરતા ચોટીલાના ચિરોડા ગામની ફરીદાબેન જેના કોળી તથા એક મોબાઈલ નંબર ખુલતા બન્નેની શોધખોળ આદરી છે. ત્રીજા બનાવમાં એલ.સી.બીના સ્ટાફે જ જેતપર રોડ, બેલા ગામ નજીક સી.એન.જીના પંપ સામે વિનાયક સીરામીક પાસે બાવળની ઝાડીમાંથી 65 લીટર દેશી દારૂ કિંમત 1300 ઝડપી પાડ્યો હતો. આ દારૂ મોરબી વીશીપરાના કુલીનગર વિસ્તારમાં રહેતા અનવર ગુલામહુસેન સુમરાનો ખુલતા તેને ઝડપી પડવાની કવાયત પોલીસે હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne