મોરબી : મોરબીના માધાપરમાં પરિણીતાનું સરાજાહેર બાવડું પકડીને છેડતી કરનાર ત્રણ શખ્સોને ઝડપી પાડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. મોરબીમાં માધાપર શાકમાર્કેટ વિસ્તારમાં ગત તારીખ 12ના રોજ ભર બપોરે મોટરસાયકલ પર ટ્રિપલ સવારીમાં ઘસી આવેલા ત્રણ ઈસમો એક પરિણીતાની જાહેરમાં છેડતી કરી નાસી ગયા હતા. ગત જે ફરિયાદને પગલે પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઈને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના માધાપરમાં આવેલ શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયેલ પરિણીતાને લાલ કલરના મોટરસાયકલ પર ઘસી આવેલા ત્રણ શખ્સોમાંથી એક શખ્શે છેડતી કરી હતી. જે અંગે ગત તારીખ ૧૨ના રોજ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી. એ ડીવીઝન પીએસઆઈ શુક્લ અને ભાવેશભાઈ મિયાત્રાની ટીમ દ્વારા તપાસ દરમ્યાન આરોપી મુકેશ હીરા ચાવડા, ફારૂક સુભાન જેડા અને શબીર મહમદ સંઘવાણી એમ ત્રણ આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne