મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં જૂની અદાવતમાં મારામારી થઈ હતી જેમાં કેટલાક શખ્સોએ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર છરીથી હુમલો કરતા ત્રણેય ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીમાં રહેતા મંજુર ઇકબાલભાઈ જાદાણી ઉ.વ.18, શબ્બીર ઇકબાલભાઈ જાદાણી ઉ.વ 30 અને શબનમબેન નિઝમભાઈ જાદાણી ઉ.વ.20 ને આજે બપોરના સમયે કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ ઇન્ડિયા પાન પાસે થયેલી મારામારીમાં ઇજા પહોંચી હતી. આ ત્રણેય ઇજાગ્રસ્તોને હાલ સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર જૂની અંદાવતમાં કેટલાક શખ્સોએ આ ત્રણેય વ્યક્તિઓ ઉપર છરી, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની સિવિલ હોસ્પિટલમાંથી જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો છે અને આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.