મોરબી : મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સો અને એક મહિલા સામે એલસીબીએ પાસાની પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા તેઓએ પાસા વોરંટ ઇસ્યુ કરતા ત્રણેય લોકોની અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જેમાં સાગરભાઇ કાંતિભાઈ પલણ ઉ.વ.૩૨ રહે. મોરબી જલારામ પાર્ક, બ્લોક નં. ૧૫ નવલખી રોડ, સેન્ટમેરી સ્કુલની પાછળને જિલ્લા જેલ જુનાગઢ, મહેબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા ઉ.વ.૩૧ રહે. મોરબી વીસીપરા, રણછોડનગર, જલારામ પાર્ક પાછળને મધ્યસ્થ જેલ વડોદરા તથા સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા ઉ.વ.૪૦ રહે. માળીયા વનાળીયા સોસાયટી મોરબી-૨ને મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલી દેવામાં આવ્યા છે.આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, સિટી બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવા, પીએસઆઇ બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ તથા એલસીબી સ્ટાફ રોકાયેલ હતો.