રાજકોટ સારવારમાં રહેલા બે બાળકો અને એક યુવક સહિત પાંચ રિપોર્ટ નેગેટિવ આવ્યા મોરબી : મોરબી જિલ્લામાં એક પોઝિટિવ કેસની વચ્ચે આજે સોમવારે ગઈકાલે રવિવારે લેવાયેલા મોરબી જિલ્લાના પાંચ સેમ્પલના રિપોર્ટ જાહેર થયા હતા. જે તમામ પાંચ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. મોરબી જિલ્લામાંથી રવિવારે કુલ પાંચ લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલા વાંકાનેરના કોટડાનાયાણી ગામના 1 વર્ષના બાળક અને હળવદના પાંચ વર્ષના બાળક તેમજ રાજકોર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારમાં રહેલા મોરબીના શક્તિ પ્લોટમાં રહેતા 35 વર્ષના યુવાનના રાજકોટથી સેમ્પલ લેવાયા હતા. જ્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘુંટુ ગામ પાસે રહેતી 19 વર્ષની યુવતી અને રફાળેશ્વર પાસે રહેતા 17 વર્ષના યુવાનના સેમ્પલ લઈ જામનગર મોકલાયા હતા. આ તમામ પાંચ લોકોના રિપોર્ટ આજે જાહેર થયા હતા. જેમાં તમામ રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/