સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બે અને બી ડિવિઝનમાં એક બાઈક ચોરવા અંગે ફરિયાદ મોરબી : મોરબીમાં બાઈક ચોર પકડાયાને પગલે વાહનચોરીની ફરિયાદોનો સિલસિલો ચાલુ રહ્યો છે, ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બે અને બી ડિવિઝનમાં એક બાઈક ચોરવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લુહાણાપરામાં રહેતા રફિકભાઈ બાબુભાઈ ચારણીયાનું 20 હજારની કિંમતનું બાઈક જૂન- 2021માં તેમના ઘર પાસેથી ચોરાઈ જતા તેમજ .ખોડીયાર પાર્ક, આલપરોડ મોરબી ખાતે રહેતા નીતેશભાઇ વશરામભાઇ રૂપાલાનું અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ ખોડીયાર બેરીંગ નામની દુકાન પાસેથી 20 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરાઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે મોરબી શહેરના વીશીપરા ફુલીનગરમાં રહેતા ઇમરાનભાઇ અનવરભાઇ મિરજાનું 25હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ પાડા પુલ નીચેથી ચોરાઈ જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.