મોરબી : મોરબીના જેતપર ગામમાં રહેતા એક યુવાનના ઘર પાસે ટાઇલ્સની દીવાલ કરવાની ના પાડતા યુવક પર પાડોશમાં રહેતા ત્રણ શખ્સે ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. ઇજા ગ્રસ્તહાલતમાં યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવની પોલીસ મથકે થી. મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામમાં રહેતા લલિત બાબુભાઇ ભોજવીયા નામના યુવકના ઘર પાસે રોપીઓનો પ્લોટ આવેલો હોય અને તે પ્લોટ પાસેના રસ્તા પર આરોપી ટાઇલ્સની દીવાલ ખડકી દીધી હતી જે અંગે યુવાન સાથે બોલાચાલી થતા આરોપીઓ અબ્દુલ ઉર્ફે કાનો નથુભાઇ કૈડા, ઇમ્તીયાઝ અબ્દુભાઇ ફીરોજ અબ્દુલભાઇએ પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડતા યુવકને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.