ત્રણ શખ્સોને ઓફિસની ગેલેરીમાં સુવાની ના પાડતા વૃદ્ધ ઉપર છરી લઈ તૂટી પડી હત્યા કરી નાખી હતીhttps://youtu.be/XsGzqimW-SAમોરબી : મોરબી શહેરના ત્રાજપર ચોકડી નજીક ગઈકાલે રાત્રીના સમયે ટ્રાન્સપોર્ટની ઓફીસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડનાર વૃદ્ધને ત્રણ લુખ્ખા તત્વોએ આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ત્રણેયને ઝડપી લઈ બનાવ સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર ત્રાજપર ચોકડી પાસેના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં જેઠીગીરી અમરગીરી ગોસાઈ ઉ.વ.65 ઓફિસે હતા. ત્યારે મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મિયાણા રહે.ખીરઇ તા.માળીયા મિયાણા, આરોપી જાકિર બચુભાઇ સંધી રહે.ત્રાજપર ખારી અને આરોપી ઇકબાલ હૈદર જેડા રહે.શોભેશ્વર મફતિયાપરાવાળાઓ ઓફિસની બહાર ગેલેરીમાં સુવા માટે આવતા જેઠીગીરીએ સુવાની ના પાડી હતી. બાદમાં રાત્રીના દસેક વાગ્યે ત્રણેય શખ્સોએ જેઠીગીરીને છરીના ઘા મારી દીધા હતા. તેઓને સારવારમાં ખસેડતા મૃત જાહેર કરાયા હતા. હત્યાના બનાવ અંગે મૃતકના પુત્ર ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. જે બાદ ત્રણેય શખ્સોને પોલીસે પકડી લઈ બનાવ સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યું છે.