જગુડો, દશો અને રુદ્ર અડધી બોટલ ગટગટાવી ગયાહળવદ : હળવદ શહેરના બાયપાસ ઉપર ત્રણ લવરમુછીયા દારૂનો નશો કરી કાર હંકારી હાઇવે ઉપર ચડી જતા પોલીસની ઝપટે ચડી ગયા હતા, પોલીસે ત્રણેય લવર મુછીયાના કબ્જામાંથી અડધી બોટલ દારૂ કબ્જે કરી 2 લાખની સ્વીફ્ટ કાર કબ્જે કરી હતી.એવી પણ ચર્ચા છે કે આ ત્રિપુટી હળવદ હાઇવે ઉપર રિલ બનાવી કારમાં જોખમી સ્ટંટ કરતી હોય પોલીસે એક્શન લીધા હતા.માતાપિતાની ઘોર બેદરકારીના પાપે સંતાનો નશાની ગર્તામાં ધકેલાઇ રહ્યા હોવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે ભદ્ર સમાજ માટે લાલબત્તી રૂપ કિસ્સો પોલીસ ચોપડે ચડ્યો છે. જેમાં હળવદ શહેરના બાયપાસ ત્રણ રસ્તા પાસેથી પોલીસે જીજે - 03 - એમબી - 7124 નંબરની મારુતિ સ્વીફ્ટ કાર અટકાવી કારની તલાશી લેતા કારમાં સવાર આરોપી દર્શન ઉર્ફે દશો ભરતભાઇ તારબુંદીયા ઉ.21 રહે.કણબીપરા, રુદ્ર કૌશિકભાઈ ઉર્ફે ગોપી ઠાકર ઉ.19 રહે.જાની ફળિયું અને આરોપી રજની ઉર્ફે જગુડો રાજુભાઇ ગોયલ ઉ.19 રહે.ગોરી દરવાજા વાળાઓ વિદેશી દારૂની અડધી બોટલ તેમજ 2 લાખની કિંમતની કાર સાથે નશાની હાલતમાં ઝડપાઇ ગયા હતા.નોંધનીય છે કે, આરોપીઓ હળવદ હાઇવે ઉપર નશાની હાલતમાં વીડિયો રિલ્સ બનાવી કારમાં સ્ટંટબાજી કરી રિલ વાયરલ કરેલી હોય પોલીસે એક્શન લઈ પદાર્થ પાઠ ભણાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.