હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે ધમાલ મચાવી કારને જોખમી રીતે ચલાવી નીકળેલા આરોપી જયદીપ દિનેશ ડાભી રહે.મયુરણગર નામનો શખ્સ બાદમાં રાણેકપર પંચાસરી રોડ ઉપર ખેતરની વાડમાં કાર ઉતારી નાસી જતા પોલીસે રેઢી પડેલી કારમાથી વિદેશી દારૂના ત્રણ ચપલા કબ્જે કરી 2 લાખની કાર કબ્જે કરી આરોપી જયદીપ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.