બોલેરો ગાડીમાં ક્રુરતા પૂર્વક પશુઓ બાંધી લઈ જતા આરોપી વિરુદ્ધ ફરિયાદમોરબી : મોરબીના વનાળિયા નજીક ગૌસેવકોએ પોલીસની મદદથી ત્રણ અબોલ જીવને કતલખાને જતા બચાવી લઈ બોલેરો ગાડીમાં ક્રુરતા પૂર્વક પશુઓ લઈ જતા મોરબીના શખ્સને ઝડપી લીધો હતો.પોલીસે બનાવ અંગે પશુ પ્રત્યે ક્રુરતા અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરી 3.06 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના વનાળિયા નજીક જીજે -03 - બીડબ્લ્યુ - 5085 નંબરની બોલેરોમાં આરોપી હુસેનભાઈ ગનીભાઈ મતવા રહે.સબજેલ પાસે, મોરબી વાળો ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર ક્રુરતા પૂર્વક 3 પાડા ભરીને નીકળતા ગૌસેવકોએ પોલીસની મદદથી પશુઓના જીવ બચાવી 3 લાખની બોલેરો કબ્જે કરી ત્રણ જીવ કિંમત રૂપિયા 6000 બચાવી લેવામાં આવ્યા હતા.બનાવ અંગે ગૌસેવક કમલેશભાઈ ભગવણજીભાઇ રૂઝાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.