108ની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને ત્રણેય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર આજે લાલપર પાવર હાઉસ પાસે ડમ્પરે એક્ટિવાને હડફેટે લેતા ત્રણ લોકો ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને ત્રણેય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે. મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર પાવર હાઉસ પાસે ડમ્પર સાથે ટ્રિપલ સવાર એક્ટિવા અથડાતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે રાહદારીએ 108માં કોલ કરતા મહેન્દ્રનગર ટીમના દલવાણી હનીફ ભાઈ, ઇએમટી દીપિકાબેન પરમારને 108 માં કોલ મળતાની સાથે જ કોલર સાથે વાત કરતા જાણવા મળતા ત્રણ દર્દીઓને ઇજા થયેલ હતી તેઓએ લાલબાગ 108 એમ્બ્યુલન્સને પણ કોલ આપેલ ત્યાંની ટીમના પાયલોટ નિલેશભાઈ બકુત્રા અને ઇએમટી મનીષભાઈ ચૌહાણ બંને એમ્બુલન્સ સાથે મળીને ઘટના સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તો વિવેકભાઈ સત્યેન્દ્રસિંહ ભાઈ (ઉંમર વર્ષ 20), નૂરભાઈ પઠાણ (ઉંમર વર્ષ 25), સિરાજ અહેમદભાઈ પઠાણ (ઉંમર વર્ષ 23)ને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડેલ હતા.