મોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા 10/09/2026 ના રોજ બપોરના સમયે વીશીપરા અમરેલી રોડ પર ઈંટોના ભઠ્ઠા પાસે વાડી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં કિરીટભાઈ બાબુભાઈ અગેચણીયા (ઉ.વ. 24, રહે. વીશીપરા અમરેલી રોડ, ઈંટોના ભઠ્ઠા પાસે, મોરબી-2), ચેતનભાઈ ગોરધનભાઈ પંચાસરા (ઉ.વ. 35, રહે. અમરેલી રોડ, ઈંટોના ભઠ્ઠા પાસે, મોરબી-2), સમીરભાઈ હુસેનભાઈ સુમરા (ઉ.વ. 20, રહે. મદીના સોસાયટી, વીશીપરા, મોરબી-2) નો સમાવેશ થાય છે. પોલીસે ગંજીપત્તાના કુલ 52 પાના અને રૂ. 5250 ની રોકડ રકમ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધ્યો છે. #Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #GamblingRaid #MorbiPolice #BDivisionPolice #Veeshipara