હાથ અને પગમાં ફ્રેક્ચર કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદમોરબી : મોરબી શહેરમાં લુખ્ખગીરી કરતા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટનામાં વાવડી રોડ પર બાવળિયા પીરની દરગાહ પાસે એક યુવકને સામુ કેમ જોવે છે કહી બોલાચાલી કરી લોખંડના ઘણ અને પાઇપ વડે ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વાવડી રોડ પર સુમતી સોસાયટીમાં રહેતા અંર ક્રિષ્ના હોટલમાં નોકરી કરતા ભાવેશભાઈ જલાભાઈ દેવસુર ઉ.32 નામના યુવકે આરોપી બાબુ સંધી, સલીમ ઉર્ફે સલો અને મકબુલ સંધી રહે.ત્રણેય મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8ના રોજ સાંજના સમયે ફરિયાદી વાવડી રોડ પર બાવળિયા પીરની દરગાહ પાસે હતા ત્યારે આરોપીઓએ સામુ કેમ જુવે છે કહી ઝઘડો કરી લોખંડના ઘણ અને પાઇપ વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.