પંચાસર ગામના પાટીએ નિરણમા આગ લાગી, ન્યુ પેલેસમાં અને મહેન્દ્રનગર ચોકડીએ કારમાં આગમોરબી : મોરબીમાં દિવાળીના તહેવારે જ જુદા જુદા આગના ત્રણ બનાવ બન્યા હતા જેમાં પંચાસર ગામના પાટીયે નિરણમા આગ લાગી હતી તેમજ ન્યુ પેલેસમાં ઘાસમાં અને મહેન્દ્રનગર ચોકડીએ કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.મોરબી ફાયર કંટ્રોલરૂમ પર કોલ મળેલ કે સવારે પંચાસર ગામના થોરાળા પાટીયા નજીક નિરણ ભરેલા આઇસર ટ્રક નંબર Gj-13-W- 2943 આગ લાગી હતી. આ નીરણ ભરેલ ટ્રક સતનામ ગૌશાળામા જઈ રહ્યો હતો ત્યારે વીજળીનાં તાર અડી જવાથી અચાનક આગ લાગેલ હતી અને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા પાણીનો મારો ચલાવી આગ પર કંટ્રોલ મેળવેલ વધારે નુકસાની થતા અટકાવેલ તાત્કાલિક ફાયર ઘટના સ્થળે પહોંચવાથી નીરણ સળગી ગઈ પણ ડ્રાઇવર અને ગાડીનો બચાવ થયેલો હતો અને કોઈ જાનહાની થયેલ નથી.જ્યારે બીજા બનાવમાં ફાયર કંટ્રોલરૂમ ઉપર બપોરે 12:45 વાગ્યે મોરબી ન્યુ પેલેસમાં ઘાસ અને બાવળ કચરામાં અચાનક આગ લાગેલ હોવાંનો કોલ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ જવાનોને મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કંટ્રોલ મેળવેલ હતો તેમજ વધારે ઝાડને નુકસાની થતા અટકાવેલ હતું. જ્યારે આગની ત્રીજી ઘટનામાં મહેન્દ્રનગર ચોકડી સમર્પણ હોસ્પિટલની સામે બપોરે 01:41 વાગ્યે કાર નંબર GJ-03-DV-1851મા આગ લાગતા વિવેક.વી. બાવરયાની કારમા લાગેલ આગ ઉપર કંટ્રોલ મેળવેલ હતો. આ ઘટનામાં પણ કોઈ જાનહાની થયેલ નથી.