મોરબી : મોરબીની વિજયનગર કેનાલ પાસે જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા હતા. એ ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી રૂ. ૩૧૦૦ની રોકડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની વિજયનગર કેનાલના કાંઠે જુગાર રમતા ઇકબાલ દેવાભાઈ મુધવા, ગોગન વિરજીભાઈ વાઘેલા અને સુરેશ ઉર્ફે રાજુ કિશોર ચારોલીયાને એ ડિવિઝન પોલીસે રૂ. ૩૧૦૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en