સીટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 15,280 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના યોગીનગર પાછળ આવેલ મફતિયાપરા, ઈન્દીરાનગર તેમજ વિસીપરા વિસ્તારમાં અલગ અલગ ત્રણ દરોડા પાડી જાહેરમાં જુગાર રમી રહેલા 14 જુગારીઓને રોકડા રૂપિયા 15,280 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે યોગીનગર પાછળ મફતીયાપરામાં દરોડો પાડી આરોપી (1) સુરેશભાઈ દેવકણભાઈ બારૈયા રહે.ત્રાજપર ખારી રામજી મંદિરો વાળી શેરી (2) મુનેશભાઇ લાખાભાઇ સુરેલા રહે.યોગીનગર (3) સંજયભાઇ મનુભાઈ સનુરા રહે.ત્રાજપરખારી (4) રવિભાઇ હરેશભાઈ દેગામા રહે.મફતીયા પરા, શોભેશ્વર રોડ અને આરોપી (૫) આનંદભાઈ અશોકભાઈ સીતાપરા રહે. મફતિયાપરા શોભેશ્વર રોડ મોરબીવાળાને રોકડા રૂપિયા 6280 સાથે ઝડપી લીધા હતા.બીજા દરોડામાં પોલીસે ઈન્દીરાનગર, નાળા સામેની શેરીમાં દરોડો પાડી આરોપી (1) પ્રવિણભાઈ મનુભાઈ વરાણીયા રહે.ઈન્દીરાનગર, મફતીયાપરૂ (2) રવિભાઈ બાબુભાઈ હમીરપરા રહે.ઈન્દીરાનગર, મફતીયાપરૂ (3) સલીમભાઈ ઉમરભાઈ કટીયા રહે.ઈન્દીરાનગર, મફતીયાપરૂ (4) પ્રકાશભાઈ ઉર્ફે વિપુલ ગોરધનભાઈ કેરવાડીયા રહે.ઈન્દીરાનગર, મફતીયાપરૂ તેમજ આરોપી (5) રવિભાઈ નાથાભાઈ મજેઠીયા જાતે.કોળી ઉવ.૧૯ રહે.ઈન્દીરાનગર, મફતીયાપરૂ, મોરબીવાળાને રોકડા રૂપિયા 6400 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા.જયારે ત્રીજા દરોડામાં મોરબી બી ડિવિઝન પોલીસે વીશીપરા સ્મશાન રોડ પર મીલની ચાલી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) આમદભાઇ કરીમભાઇ કટીયા રહે. રમેશ કોટન મીલની ચાલી સ્મશાન રોડ, વીસીપરા (2) અહેમદભાઇ અલારખાભાઇ હીંગરોજા રહે.રમેશ કોટન મીલની ચાલી સ્મશાન રોડ, વીસીપરા (3) અસ્લમભાઇ કરીમભાઇ કટીયા રહે.રમેશ કોટન મીલની ચાલી સ્મશાન રોડ, વીસીપરા અને આરોપી (4) રહીમભાઇ હસનભાઇ સુમરા રહે.રમેશ કોટન મીલની ચાલી સ્મશાન રોડ, વીસીપરા મોરબી વાળાને રોકડા રૂપિયા 2600 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.