આઠ જુગારીઓને ઝડપી લેતી સીટી બી ડિવિઝન પોલીસ મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ, શક્તિ સોસાયટી અને કુલીનગરમાં જુગારના ત્રણ દરોડા પાડી આઠ જુગારીઓને ઝડપી લીધા હતા. પ્રથમ દરોડામાં શોભેશ્વર રોડ ઉપર કુબેર સિનેમા પાસે દરોડો પાડી પોલીસ ટીમે અશોક મગનભાઈ સનુરા, કિશન રાજેશભાઇ દુદાકીયા અને સંજય અમરશીભાઈ ધામેચાને રોકડા રૂપિયા 1130 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. બીજા દરોડામાં પોલીસે માળીયા હાઇવે ઉપર શક્તિ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા જયંતીભાઈ દેવજીભાઈ શ્રીમાળી અને મનોજ હમીરભાઈ સેતા નામના બે શખ્સને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 840 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જ્યારે ત્રીજા દરોડામાં કુલીનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા હનીફાબેન સઈદુભાઈ જેડા, અસગરભાઈ હુસેનભાઈ સેડાત અને આસીફભાઈ હાજીભાઈ જંગીયાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1880 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.