મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વિશિપરામાં આવેલ રણછોડનગરમા દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સોહિલભાઇ જુમ્માભાઇ સુમરા, મનિષભાઇ પ્રવિણભાઇ ચાવડા અને પાર્થ ઉર્ફે ચિરાગભાઇ દિલીપભાઇ અસ્વારને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4120 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.