મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા નજીક આવેલ લાયન્સ નગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા રજાક અનવરભાઈ બુખારી, અબ્દુલભાઈ મહમદભાઈ બુખારી અને શબ્બીર ઇકબાલભાઈ બુખારીને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7,700, બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 6,000 તેમજ 45 હજારની કિંમતના બે મોટર સાયકલ મળી કુલ રૂપિયા 58,700નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.