મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી માધવજીભાઇ દેવશીભાઇ વાડોદરા, પ્રભુભાઇ ઉર્ફે પ્રફુલભાઇ લાલજીભાઇ માલણીયાત અને હર્ષદભાઇ રઘુભાઇ પંડ્યાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2510 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.