મોરબી : મોરબી શહેરમાં રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે કોલોનીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ આરોપી કુલદીપભાઈ રમેશભાઈ ગામી, દિલીપભાઈ અશોકભાઈ સાવડીયા અને આરોપી દર્શનભાઈ રાજુભાઇ ધંધુકિયાને તીનપતિ રમતા ઝડપી લઇ રોકડા રૂપિયા 8200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.