કારનું ટાયર ફાટતા કાર ટ્રક સાથે અથડાઈ, ત્રણ મિત્રો સાથે રહેલા અમદાવાદના યુવાનનું મોત મોરબી : મુંબઈથી ધંધાકીય કામ પતાવીને મોરબી પરત ફરતા ત્રણ મિત્રોની કારનું ટાયર નડિયાદ આણંદપર એક્સપ્રેસ હાઇવે સલુણ વાંટા જોશીપુરાની સીમમાં ફાટતા બેકાબુ બનેલી કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મોરબીના ત્રણ મિત્રો ઘાયલ થયા હતા જ્યારે તેમની સાથે રહેલા અમદાવાદના મિત્રનું મોત થયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની શારદા સોસાયટીમાં રહેતા અને સમય એન્ટરાપ્રાઈઝ હાડવેરની દુકાન ધરાવતા મધુરભાઈ હરજીવનભાઈ સરડવા તેમના મિત્રો ચિરાગ ચીમનભાઈ બાલટા અને વિશાલભાઈ હેમંતભાઈ ગોધાણી કાર લઈને અમદાવાદ ગયા બાદ ત્યાં તેમના મિત્ર અલપેશ દઢાણીયાને લઈને મુંબઈ ધંધા અર્થે ગયા બાદ ત્યાંથી કામ પતાવીને પરત અમદાવાદ તરફ આવી રહ્યા હતા. ત્યારે નડિયાદ આણંદપર એક્સપ્રેસ હાઇવે સલુણ વાંટા જોશીપુરાની સીમમાં તેમની કારનું ફાટતા બેકાબુ બનેલી કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અમદાવાદના મિત્ર અલપેશ દઢાણીયાનું મોત નીપજ્યું હતું.જ્યારે મધુરભાઈ હરજીવનભાઈ સરડવા તેમના મિત્રો ચિરાગ ચીમનભાઈ બાલટા અને વિશાલભાઈ હેમંતભાઈ ગોધાણીને ઇજા પહોંચતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL