આસિસ્ટન્ટ કલેકટર અને હળવદ પોલીસની કાર્યવાહી હળવદ: બ્રાહ્મણી નદી માંથી રેતી ચોરી કરી લઇ જતાં ત્રણ ડમ્પરને આસિસ્ટન્ટ કલેકટર અને હળવદ પોલીસે ઝડપી લઇ ખનીજ નો મેમો ફટકારી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે હળવદમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાંથી રેતી ચોરી કરી લઇ જતાં ત્રણ ડમ્પર ને આસિસ્ટન્ટ કલેકટર ગંગાસીંઘ અને હળવદ પોલીસ દ્વારા ઝડપી લેવાયા હતા. ઝડપાયેલ ડમ્પરોને હળવદ પોલીસ મથકે લઇ આવી ખાણ ખનીજ નો મેમો આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંયુક્ત કાર્યવાહીમાં ડમ્પર નંબર જીજે-૩/એએક્ષ ૫૧૧૪, જીજે-૩૬-ટી-૮૨૪૫ અને જીજે-૧૨-બીવી-૯૦૧૬ માંથી ૬૦ ટન રેતીનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.