કૌભાંડમાં અધૂરા ડોક્યુમેન્ટ ઉપર પણ વકીલ જીએસટી નંબર મેળવી આપતો હોવાનું ખુલ્યું મોરબી : મોરબીના ચકચારી જીએસટી કૌભાંડમાં એસઓજીની ટીમે અગાઉ આઠ આરોપી પકડ્યા બાદ વધુ ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ચારેય આરોપીઓને કોર્ટે ત્રણ દિવસની રિમાન્ડ પર સોંપ્યા છે. આ કૌભાંડમા પકડાયેલો વકીલ અધૂરા ડોક્યુમેન્ટ ઉપર પણ જીએસટી નંબર મેળવી આપતો હોવાનું ખુલ્યું છે. મોરબીમાં ગરીબો પાસેથી ડોક્યુમેન્ટ ખરીદી તેના આધારે ૧૬ બોગસ પેઢીઓ ઉભી કરીને રૂ. ૯૮ કરોડની રકમના કુલ ૩૮૫૨ ઇ-વે બીલ જનરેટ કરી કુલ રૂ.૧૭,૭૬,૬૦,૫૫૬ની જીએસટી ચોરી કરવાના ગુનામાં એસઓજીની ટીમે અગાઉ મુસ્તાક અકબરભાઇ જામ રહે. માળીયા મીયાણા જી.મોરબી ગુલામરસુલ હૈદરભાઇ જામ ઉવ.૨૮ રહે. માળીયા મીયાણા, કિશન જસાભાઇ કાનગડ ઉવ.૨૬ રહે. જસાપર તા.માળીયા મિયાણા, હાર્દિક પ્રફુલભાઇ કટારીયા ઉવ.૨૯ રહે.બોનીપાર્ક, મોરબી , રવિ દિલીપભાઇ ઓઝા ઉવ.૩૦ રહે. મોરબી , વિપુલ ધનજીભાઇ ફુલતરીયા ઉવ.૩૪ રહે. મોરબી, દર્શિત પ્રવિણભાઇ મેવાડા ઉવ.૨૨ રહે. મોરબી અને ધર્મેન્દ્ર દિલીપભાઇ અજાણા ઉવ ૨૫ રહે.ધુનડા સજજનપર તા.જી.મોરબી વાળાને પકડી પાડ્યા હતા. જો કે આ આઠેય આરોપીઓની રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. આ કૌભાંડમાં વધુ ચાર આરોપીઓ(૧) મયુર ચતુરભાઇ ઉઘરેજા ઉ.વ.૨૭ ધંધો નોકરી રહે.ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ મોરબી (૨) રવિ મનસુખલાલ ફુલતરીયા ઉ.વ.૨૯ ધંધો વકીલાત રહે.રવાપર રોડ હરિહર નગર-૧,મોરબી (૩) રાકેશ પોપટભાઇ ભાટીયા ઉ.વ.૩૧ ધંધો વેપાર રહે.બ્લોક નં.૨૦૨ રામપેલેસ, ઓમપાર્ક,રવાપર રોડ, મોરબી (૪) હીરેન્દ્ર ઉર્ફે હીરેન દીનેશભાઇ સાણદીયા ઉ.વ.૨૮ રહે.રવાપર રોડ વેલ્કમ પાર્ટી પ્લોટ સામે શીવમ પેલેસ, મુળ બીલીયા ગામ તા.જી.મોરબી વાળાઓને પકડી પાડી એસઓજીની ટીમે ૧૪ દિવસના રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આ આરોપીઓના ૩ દિવસના એટલે કે તા. ૧૧ સુધીના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. વધુમાં આ કૌભાંડમાં સંડોવાયેલ વકીલ રવી અધૂરા ડોક્યુમેન્ટના આધારે પણ જીએસટી નંબર મેળવી આપતો હોવાનું પ્રાથમિક પૂછપરછમા ખુલ્યું છે આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news